🔥 TRENDING સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... Three Accused in 15-Lakh Fraud Over Fa...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ન્યૂ મેઘદૂત વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ઘોડાસર, અમદાવાદ ખાતે એકેડેમીક ફેર નુ આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Vankar Lakshman bhai 🗓 01 Oct 2026, 10:34 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એકેડેમીક ફેર નુ આયોજન

આજે ન્યુ મેઘદૂત વિદ્યાવિહાર ઘોડાસર, અમદાવાદ ખાતે એકેડેમિક ફેરનું આયોજન થયેલું. આ એક નવો કોન્સેપ્ટ હતો જેમાં માત્ર ગણિત-વિજ્ઞાન વિષય જ નહીં પરંતુ વિદ્યાર્થીઓએ ધોરણ 9 થી 12 (સાયન્સ, કોમર્સ અને વોકેશનલ) માં આવતા દરેક વિષયના પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ એકેડમીક ફેરમાં શાળાના લગભગ 80% બાળકોએ કોઈને કોઈ વિષયમાં ભાગ લીધેલ જ્યારે બાકીના બાળકો આ ફેરમાં આવનાર મહેમાનો અને વાલીને માર્ગદર્શન આપવા માટે રોકાયેલ. એટલે કે શાળાના દરેક બાળકે આ ફેરમાં કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીએ આ ફેરની મુલાકાત લઇ પ્રોજેક્ટમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્યશ્રી ડો. ભાર્ગવીબેન પંડ્યા તથા સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. શાળાના ટ્રસ્ટીશ્રી હેમલત્તાબેન પંડ્યા તથા ર્ડો.હિરેનભાઈ પંડ્યાએ આ ફેરની મુલાકાત લઇ બાળકોને બિરદાવ્યા હતા.
📲Get App