🔥 ट्रेंडिंग ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਗੜਸ਼ੰਕਰ ਚੰਡੀਗੜ੍ਹ ਰੋਡ ‘ਤੇ ਤਿ... *ചേളന്നൂരിൽ ദാരുണഅപകടം: സ്കൂട്ടർ മറിഞ... પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા... તાલાલા તાલુકાના આકોલવાડી ગામમાં ગાયના... भाजपा प्रदेश प्रभारी विनोद तावड़े ने ल... कांग्रेस सांसद ने अमित शाह से पूछा- हर...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધારીમાં જમીન મામલે ઝઘડો: ‘વાડીએ ગયો તો જીવતો નહીં રહેવા દઈએ’ કહી જાનથી મારી નાખવાની ધમકી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 01 अक्टू. 2026, 10:54 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી શહેરમાં જમીન બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિને ‘હવે જો વાડીએ ગયો છે તો જીવતો નહીં રહેવા દઈએ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધારી શહેરમાં જમીન બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે 65 વર્ષીય હંસાબા ભીખુભા ગોહીલે રણજીતસિંહ ભીખુભા ગોહીલ, તૃષીબા રણજીતસિંહ ગોહીલ, કિરીટસિંહ ભીખુભા ગોહીલ અને હેતલબા કિરીટસિંહ ગોહીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેમના સાઢુ પ્રદ્યુમનસિંહ ભીખુભાઈ ગોહીલ ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા. આરોપીઓએ પ્રદ્યુમનસિંહને જમીનમાં કોને પૂછીને જુવાર વાવેલ છે તેમ કહી આડેધડ માર માર્યો હતો.

આરોપીઓએ ગાળો આપી ધમકી આપી હતી કે, ‘હવે જો વાડીએ ગયો છે તો જીવતો નહીં રહેવા દઈએ’. આ ધમકીથી પ્રદ્યુમનસિંહ ભીખુભાઈ ગોહીલ ભયભીત થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે ધારી પોલીસ સ્ટેશનના અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App