🔥 ट्रेंडिंग ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਗੜਸ਼ੰਕਰ ਚੰਡੀਗੜ੍ਹ ਰੋਡ ‘ਤੇ ਤਿ... *ചേളന്നൂരിൽ ദാരുണഅപകടം: സ്കൂട്ടർ മറിഞ... પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા... તાલાલા તાલુકાના આકોલવાડી ગામમાં ગાયના... भाजपा प्रदेश प्रभारी विनोद तावड़े ने ल... कांग्रेस सांसद ने अमित शाह से पूछा- हर...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉંડવા સાકળ પ્રાથમિક શાળાની શાનદાર સિદ્ધિ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 01 अक्टू. 2026, 10:42 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિજ્ઞાન નાટક મહોત્સવમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ઉંડવા સાકળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન નાટક મહોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત વિજ્ઞાન અને તકનિકી પરિષદ દ્વારા આયોજિત આ સ્પર્ધા રાજપીપલાના મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાઈ હતી. આ વર્ષે સ્પર્ધાનો વિષય “વિજ્ઞાન અને સમાજ” રાખવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં ઉંડવા સાકળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કૃત્રિમ બુદ્ધિમત્તા, વિદ્યુત વાહનો અને અન્ય વૈજ્ઞાનિક વિષયોને આવરી લેતું નાટક રજૂ કર્યું હતું.
આ નાટકમાં તેજલબેન તડવી, ગૌતમ તડવી, મયુર તડવી, ભવ્ય તડવી, કિશન તડવી, વૈભવ તડવી અને હિરલ તડવીએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો.
વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક અનિલભાઈ બારીયાનું માર્ગદર્શન મળ્યું હતું. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆત બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળામાં પરત ફર્યા બાદ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિજેતા ટીમનું ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર અને ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
ઉંડવા સાકળ પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક અનિલભાઈ બારીયાને ખૂબ ખૂબ અભિનંદન.
📲Get App