🔥 TRENDING સુરતના માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત... ખેડા પોલીસ અધિક્ષક દ્વારા નિવૃત્ત પોલી... સ્મીમેરમાં પાન-માવા થૂંકનારાઓ સામે કડક... સુરતમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી... તલોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવ... Punjab State Chief Warring Steps Down...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા ૯૯૭ ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 01:42 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં આગામી નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે હાથ ધરાયેલી ઝુંબેશમાં એસ.ઓ.જી. ટીમે મોટી સફળતા મેળવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી લગભગ ૧ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે..

સાબરકાંઠા જિલ્લામાં આગામી નવરાત્રીના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સૂચનાઓના પગલે, સાબરકાંઠા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવામાં આવી રહી હતી.

દરમિયાન, એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ બજાજ પ્લેટીના મોટરસાયકલ (રજી.નં. GJ 09 GL 7038) પર મોયદ ગામ તરફથી દલપુર ગામ તરફ જઈ રહ્યો છે. બાતમી મુજબ, આ ઈસમે આસમાની કલરનો શર્ટ અને વાદળી પેન્ટ પહેરેલું હતું અને તેની પાસે માદક પદાર્થ ગાંજો હોવાની શક્યતા હતી.

આ બાતમીના આધારે, રૂપપુરાથી માઢા જતા રોડ પર મોયદ ગામની સીમમાંથી સદર મોટરસાયકલને રોકવામાં આવી હતી. તપાસ કરતાં, મોટરસાયકલ ચાલક પાસેથી કુલ ૯૯૭.૭ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા (રહે. તાજપુરી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસ દ્વારા અમદાવાદ રહેતા લક્ષ્મણ ઉર્ફે લાલો નામના અન્ય આરોપીને ઝડપી પાડવા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મનુભાઈ,ડી સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App