🔥 TRENDING સુરતના માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત... ખેડા પોલીસ અધિક્ષક દ્વારા નિવૃત્ત પોલી... સ્મીમેરમાં પાન-માવા થૂંકનારાઓ સામે કડક... સુરતમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી... તલોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવ... Punjab State Chief Warring Steps Down...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 02:25 PM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા ૨૫ સપ્ટેમ્બરથી વિકસિત ભારત જન સેવા અભિયાન અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરની ૧૦૦૦ આંગણવાડીઓમાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આંગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પાટણ જિલ્લાના નાની ચંદુર ની આંગણવાડી કેન્દ્રોમાં આંગણ ઉત્સવ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આંગણવાડી કાર્યકરો, તેડાગર અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા તેમજ બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (THR), પોષણ કીટ, તેમજ સુખડી અને ફળોનું વિતરણ કર્યું હતું.
આંગણવાડીના બાળકો દ્વારા બાળગીત, બાળવાર્તા, ચિત્રકામ, રમતો અને આનંદદાયક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉત્સવમાં માતાઓ અને કિશોરીઓને આરોગ્ય, પોષણ તથા બાળકોના સર્વાંગી વિકાસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા

જેમાં ICDS વિભાગ સમી સુપરવાઇઝર ચંદ્રિકાબેન તથા ઉમિયાબેન તથા ગામના સરપંચ અને ડેલીકેટ થતા ગ્રામજનો હાજર રહ્યા હતા...
📲Get App