🔥 ट्रेंडिंग અરવલ્લીના-: મોડાસામાં બંધ મકાનમાં ચોરી... Romantic Comedy ‘Bethlehem Family Unit... ಕಲಿಕೆಯಲ್ಲಿ ಆಸಕ್ತಿ, ಶಿಸ್ತು ಯಶಸ್ಸಿಗೆ ಪೂರ... Veteran Actress Sundarashree Hospitali... જયુબેલી બાગ આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જય... Star All-Rounder Walks Off Mid-Over, S...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

કેશોદ એસ.ટી. ડેપો ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે જ્ઞાનવર્ધક મુલાકાત

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai Devabhai 🗓 01 अक्टू. 2026, 05:54 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ એસ.ટી. ડેપો દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી એસ.ટી. સ્ટેન્ડની રોમાંચક અને જ્ઞાનવર્ધક મુલાકાત યોજાઈ.

કેશોદ એસ.ટી. ડેપો ખાતે આજે પ્રાથમિક શાળાના બાળકો માટે એક ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર અને એસ.ટી. ડેપોના કર્મચારીઓના સહયોગથી આ મુલાકાત બાળકો માટે અત્યંત રોમાંચક અને જ્ઞાનવર્ધક સાબિત થઈ.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન પણ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. બાળકોને એસ.ટી. બસ સ્ટેન્ડના વિવિધ વિભાગોની મુલાકાત કરાવીને રસપ્રદ માહિતી આપવામાં આવી. જેમાં ઇન્ક્વાયરી કાઉન્ટર ખાતે બસનો સમય અને રૂટ કેવી રીતે પૂછવો, બુકિંગ/ટિકિટ બારી પર ટિકિટ લેવાની પ્રક્રિયા અને કેસ વિભાગની સમજ, કંટ્રોલ રૂમ અને અનાઉન્સમેન્ટ વિભાગમાં બસના સમયની જાહેરાત કેવી રીતે થાય છે તેની જાણકારી, તેમજ વર્કશોપ (ગેરેજ) ખાતે બસનું મેન્ટેનન્સ, સપોર્ટ સિસ્ટમ અને સ્ટાફ રૂમ વિશે માહિતી આપવામાં આવી.

બાળકોએ આ મુલાકાત દરમિયાન ઉત્સાહભેર ભાગ લીધો અને વિવિધ વિભાગોની કાર્યપ્રણાલીને ધ્યાનપૂર્વક નિહાળી. આ અનુભવ તેમના માટે ખૂબ જ ઉત્સાહવર્ધક અને માર્ગદર્શક રહ્યો.

આ પ્રસંગે ચુડાસમા રામદેભાઈ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકોને માત્ર પુસ્તકો સિવાય વ્યવહારિક સમજ મળે તે આજના યુગમાં ખૂબ જ જરૂરી છે.
📲Get App