🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગર એલસીબીએ ધાંગધ્રા નજીકથી ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ સાથે ક્રેટા ગાડી ઝડપી પાડી

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 01 Oct 2026, 05:54 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ધાંગધ્રા કોંઢ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી પાડવામાં આવી છે. આ ઘટનામાં કુલ ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ અને ૯.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ની ટીમે ધાંગધ્રા કોંઢ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસે એક ક્રેટા ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર એલસીબી ની ટીમ ધાંગધ્રા વિસ્તારમાં તપાસમાં હોય ત્યારે કોઢરોડ ઉપર શંકાસ્પદ ક્રેટા ગાડી જીજે 38 બીજી 72 82 નંબરની ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો

પોલીસ તપાસ દરમિયાન, ગાડીમાંથી કુલ ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. 3.92 લાખનો દારૂ તથા 6 લાખની creta ગાડી મળી કુલ ૯.૯૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂ કોણ લાવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરીછે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App