🔥 TRENDING 25 साल से बदहाल बगोटी-नादिया सड़क, ग्र... ग्रीन मोबिलिटी की दिशा में मध्यप्रदेश... ગરુડેશ્વરથી નીકળેલો અંબાજી પગપાળા સંઘ... शुभमन गिल के दोहरे शतक से भारत की शानद... Fahadh Faasil’s ‘Don’t Trouble The Tro... Arunachal CM Challenges Critics of Sia...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉમરપાડામાં સરકારી જંગલની જમીન પર કબજાનો પ્રયાસ: આંતર-જિલ્લા વિવાદ વકર્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 08:14 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નર્મદા જિલ્લાના ખોપી ગામના તત્વો દ્વારા સરકારી જંગલની જમીન પર ગેરકાયદે કબજો જમાવી ખેતી કરવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા હદ વિસ્તારમાં સરકારી જંગલની જમીન પર બિનઅધિકૃત કબજો કરવાના પ્રયાસોને પગલે આંતર-જિલ્લા વિવાદ ફરી વકર્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના કેટલાક તત્વો કોઈપણ માન્ય પુરાવા વિના ઉમરપાડાના ગાઢ જંગલમાં રોપાઓને નુકસાન પહોંચાડી જમીન ખેડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો સ્થાનિક આદિવાસી સમાજે ગંભીર આક્ષેપ કર્યો છે.

હરિપુરા ગામના શંકરભાઈ વસાવા સહિતના સ્થાનિક ખેડૂતો અને મહિલાઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અગાઉ સરકારે માન્ય દસ્તાવેજોના આધારે સનદો આપવાની જાહેરાત કરતાં આંદોલન સમેટાયું હતું. જોકે, હવે ખોટા દાવા ઊભા કરી જંગલ જમીન પચાવી પાડવાના પેંતરા રચાઈ રહ્યા છે. એટલું જ નહીં, વન કર્મચારીઓ સાથે પણ અવારનવાર ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે.

ઉમરપાડાની જંગલ જમીન પર સ્થાનિક આદિવાસીઓનો પરંપરાગત અધિકાર છે. હરિપુરા ઉપરાંત મોટી દેવરૂપણ, જોડવણ અને મૌલીપાડા સહિતના ગામોના સેંકડો પરિવારો જંગલમાંથી ઘાસચારો મેળવી પશુપાલન થકી ગુજરાન ચલાવે છે. જો આ જમીન પર ગેરકાયદે ખેતી થશે તો કુદરતી વનરાજી નષ્ટ થશે અને સ્થાનિકોની આજીવિકા છીનવાઈ જશે.

જેથી ખોટા ધરણાં કરી ગેરમાર્ગે દોરતા સાગબારાના તત્વો સામે વન વિભાગ તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ બુલંદ બની છે. આ મુદ્દો પશુપાલકો માટે અસ્તિત્વનો સવાલ બન્યો છે.
📲Get App