🔥 TRENDING Delhi records lowest September average... Himachal households spend more on trav... ED conducts raids in Tricity over alle... Haryana Aims to Lead Next Phase of Aut... Amit Shah to Chair Delhi Talks on Maha... ગુજરાતમાં 6 DySPને SP તરીકે પ્રમોશન: અ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણામાં ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ અર્થે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચિંતન શિબિરનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 12:15 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ માટે ઉત્તર ગુજરાત વર્તુળ કક્ષાની ‘ચિંતન શિબિર’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું..

મહેસાણામાં-:
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત વર્તુળ કક્ષાની ‘ચિંતન શિબિર’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ સાથે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ માટેના વિચારો અને વ્યૂહરચનાઓ પર મંથન કરવાનો હતો.આયોજિત ચિંતન શિબિરમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં માર્ગ અને મકાન ક્ષેત્રે વધુ સુધારા લાવવા માટેના સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી..

‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ શિબિર દ્વારા અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો અને વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
📲Get App