🔥 TRENDING रत्नागिरीत दोन २१ वर्षीय तरुणींचे गूढ... उरई से वीरांगना रानी लक्ष्मीबाई झांसी... लखनपुर पंचायत में फर्जी बिलों से राशि... ಜಮೀನಿನಲ್ಲಿ ರೈತನ ಮೇಲೆ ಕರಡಿ ದಾಳಿ ಗಂಭೀರ ಗ... अनुरक्षण माह के तहत उपकेन्द्र रेंढ़र म... पिथौरागढ़ के बुंगली गांव से पांच दिनों...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

બરોડા ડેરીમાં દૂધની આવકમાં ૭૫ લાખ લિટરનો ઘટાડો, પશુપાલકોને ૯૦ કરોડ ભાવફેરની જાહેરાત

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 01 Oct 2026, 10:20 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ડેરીની વાર્ષિક સામાન્ય સભામાં રૂ. ૧૫૭૨ કરોડના બજેટને મંજૂરી મળી છે. ગત વર્ષની સરખામણીમાં દૂધની આવકમાં ૭૫ લાખ લિટરનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પશુપાલકોને ૯૦ કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છે.

વડોદરા ડેરીની ૨૦૨૫-૨૬ની વાર્ષિક સામાન્ય સભા ડભોઈ રોડ સ્થિત ડાકા ભગવાન મંદિરમાં યોજાઈ હતી. આ સભામાં ડેરીના રૂ. ૧૫૭૨ કરોડના વાર્ષિક બજેટને મંજૂરી આપવામાં આવી હતી. સભામાં અંદાજે ૮૦૦ જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેરીમાં દૂધની આવકમાં ૭૫ લાખ લિટરનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે કુલ ૧૮.૮૦ કરોડ લિટર દૂધ સંપાદન થયું છે. ડેરી દ્વારા ભેંસના દૂધના લિટરે રૂ. ૬૩.૬૨ અને ગાયના દૂધના લિટરે રૂ. ૩૯.૮૨ ચૂકવવામાં આવ્યા છે. પશુપાલકોને કુલ ૯૦ કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

જોકે, આ જાહેરાત બાદ ખેડૂત આલમમાં ચર્ચા જગાવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બરોડા ડેરી ખેડૂતો પાસેથી ઓછા ભાવે દૂધ ખરીદીને તેમાંથી વિવિધ ડેરી ઉત્પાદનો બનાવી ઊંચા ભાવે વેચીને તગડો નફો કમાય છે, પરંતુ પશુપાલકોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ભાવફેરની ચુકવણી પણ મોડી અને અપૂરતી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

ડેરી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે નફાની રકમનો ઉપયોગ વિકાસ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે.
📲Get App