🔥 TRENDING ધાનેરાના વોડા ગામ ખાતે 77મો તાલુકા કક્... આણંદ નડિયાદમાં અકસ્માતના સાત લોકો મોત... निसरपुर के कोटेश्वर महादेव घाट पर नर्म... मुंबई-गोवा महामार्गावरील रखडलेल्या काम... Dallas to Face Hot, Humid Conditions a... South First Releases Weather Forecast...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોલેજ ઓફ એગ્રીકલ્ચર સહાદાના વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની શૈક્ષણિક મુલાકાત લીધી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 01 Oct 2026, 09:28 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોલેજ ઓફ એગ્રીકલ્ચર સહાદાના વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની શૈક્ષણિક મુલાકાત લીધી

ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને બજારની માંગ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

અમરેલી તા. ૩૦ સપ્ટેમ્બર
કોલેજ ઓફ એગ્રીકલ્ચર સહાદા, નંદુરબાર (Affiliated to MPKV, રાહુરી, મહારાષ્ટ્ર) ખાતે અભ્યાસ કરતા ૮ માં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, GNFSUની મુલાકાત લીધી હતી. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના સમગ્ર દેશને રસાયણમુક્ત અને સમૃદ્ધ બનાવવા માટેના પ્રાકૃતિક કૃષિના પવિત્ર સંકલ્પ, કુલપતિશ્રી ડો. સી. કે. ટીંબાડિયાની પ્રેરણા અને કોલેજના આચાર્ય ડો. સ્વપ્નિલ દેશમુખના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા દર્શનીય પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ આજે દેશભરના કૃષિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાકેન્દ્ર બની રહ્યા છે.

આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન કોલેજના આચાર્યશ્રી દ્વારા પ્રવાસમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને બજારમાં તેની વધતી માંગ વિશે ખૂબ જ ઉપયોગી સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન કોલેજના વૈજ્ઞાનિકો શ્રી ભૌમિક મકવાણા અને ડો. અભિષેક રાવલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ બાયો ઈનપુટની બનાવટ તેમજ પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય મોડેલ ફાર્મના વિજ્ઞાન વિશે વિગતવાર માહિતી આપીને તેના વિવિધ આયામોના ઉપયોગથી મળતા પરિણામોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ઉત્સાહી વિદ્યાર્થીઓએ ફાર્મ પર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર થયેલ દેશી ડાંગર (આંબા મોર), શાકભાજી મોડેલ ફાર્મ, ઔષધીય પાક મોડેલ ફાર્મ તેમજ દેશી બાજરી અને અન્ય મિશ્રપાક મોડેલ ફાર્મની રસપૂર્વક મુલાકાત લીધી હતી અને ખેતીની આ નૂતન પદ્ધતિઓ વિશે વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું વૈજ્ઞાનિકો દ્વારા ફાર્મ ખાતે જ પ્રત્યક્ષ ઉત્તરો આપીને સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર પ્રવાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો તેમ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App