🔥 TRENDING અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના... Children in Balaghat's Remote Tribal A... Panna Villagers Rally Against Ken-Betw... Vajiram & Ravi Launches New Page on Ba... West Bengal Govt Clears 151 New Cars F... West Bengal CM Shuvendu Adhikari Accus...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સફાઈ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 01 Oct 2026, 04:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સવચછતા

📰 આજે શુક્રવારી શેડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

આજરોજ શુક્રવારી શેડ ખાતે વેપાર કરતા આશરે ૨૦૦ જેટલા દુકાન માલિકો અને તેમના પરિવારજનો દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેવગઢ બારિયાના રાજમાતા શ્રીમતી ઉર્વશીદેવીજી, નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, તેમજ કાઉન્સિલર મિત્રો વિકીભાઈ બાલવાણી, અક્ષયભાઈ સુથાર,જયેન્દ્રસિંહ બાપુ, સિરીસભાઈ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શુક્રવારી શેડના વેપારીઓ દ્વારા નગરના વિકાસ માટે લેવામાં આવેલા નિર્ણયો તેમજ સ્થાનિક વેપારી પરિવારોની રોજીરોટીનું ધ્યાન રાખવા બદલ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સભ્યો શ્રી તથા ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે નગરપાલિકાના અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓનું પણ વેપારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નગરના વિકાસ તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શુક્રવારી શેડ ખાતે વિશેષ સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા ટીમ અને સફાઈ કર્મચારીઓ દ્વારા શેડ તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતા જાળવવા માટે વેપારીઓને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વેપારીઓ, નગરપાલિકા પ્રમુખ,સભ્યો શ્રી , અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેનો સહકાર, વિશ્વાસ અને સૌહાર્દપૂર્ણ સંબંધોની સુંદર ઝલક જોવા મળી હતી.

સ્વચ્છ શુક્રવારી શેડ • સ્વચ્છ દેવગઢ બારિયા
📲Get App