🔥 TRENDING बालाघाट: राहुल गांधी ने जगला गांव में... Karan Johar’s ‘Koffee With Karan’ Retu... Tukaram Mundhe slams Bollywood stars f... Bollywood Stars Celebrate Internationa... Tu Hai Meri Kiran Trailer Debuts in Th... Dhvani Bhanushali Reflects on Her Debu...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાણપુરમાં ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો, 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 01 Oct 2026, 03:34 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણપુર તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના હેતુથી ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાણપુરની ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ-૨૦૨૬ યોજાયો હતો. સામાજિક વનીકરણ રેન્જ, રાણપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાણપુર તાલુકાના મામલતદાર કે.બી. ગોહિલ, રેન્જ ફોરસ્ટ ઓફિસર હંસા ચૌહાણ, ફોરેસ્ટ ઓફિસર રણજીતસિંહ મોરી, તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ, મેહુલભાઈ મેટાલીયા, તાલુકા પંચાયતના સદસ્ય લખમણભાઈ મેટાલીયા, રાણપુર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મનસુખભાઈ મેર, ભાજપ શહેર પ્રમુખ વલ્લભભાઈ સહિત ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી તેમજ તાલુકાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું જતન, હરિયાળી વધારવી અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ થાય તે દિશામાં વૃક્ષારોપણના મહત્વ અંગે પણ ઉપસ્થિતોને પ્રેરણા આપવામાં આવી હતી.

વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાથી સમગ્ર કાર્યક્રમમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમથી રાણપુર તાલુકામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App