🔥 TRENDING मुख्यमंत्री डॉ. मोहन यादव की अध्यक्षता... ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિર... ਅੰਮ੍ਰਿਤਸਰ: ਸਾਰਾਗੜ੍ਹੀ ਮੈਮੋਰੀਅਲ ਸਕੂਲ ਆਫ਼... વન મંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ સક્કર... ਐਮ.ਐਸ.ਪੀ. ’ਚ ਨਗੂਣਾ ਵਾਧਾ ਕਰਕੇ ਮੋਦੀ ਸਰਕਾ... Meghalaya Unveils IT Policy 2.0 Aiming...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

રોજીરોટી ન છીનવાય તે માટે મેદાનમાં ઉતરી બહુજન આર્મી, ઘાસચારો વેચતા ગરીબો માટે વૈકલ્પિક જગ્યાની માંગ

✍️ Reporter: Haresh Maheshwari 🗓 01 Oct 2026, 03:44 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રોજીરોટી ન છીનવાય તે માટે મેદાનમાં ઉતરી બહુજન આર્મી, ઘાસચારો વેચતા ગરીબો માટે વૈકલ્પિક જગ્યાની માંગ

ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા કિનારે ઘાસચારો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની રોજીરોટી સામે ઊભા થયેલા સંકટને લઈને બહુજન આર્મી મેદાનમાં આવી છે. સંસ્થાપક લખન ધુવાએ ગાંધીધામ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારોની પરિસ્થિતિને માનવતાના ધોરણે ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે. રજૂઆત મુજબ, વર્ષોથી ઘાસચારો વેચીને પરિવારનું ભરણપોષણ કરતા લોકો માટે અચાનક રોજગારનું સાધન બંધ થવું ગંભીર આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે. બહુજન આર્મીએ માંગ કરી છે કે ગરીબોની રોજીરોટી છીનવાઈ ન જાય તે માટે તેમને કાયદેસર રીતે વેપાર કરી શકે તેવી વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. જો વૈકલ્પિક જગ્યા આપવી શક્ય ન હોય તો મહાનગરપાલિકા દ્વારા આવા પરિવારો પાસેથી જ ઘાસચારો ખરીદવાની યોગ્ય નીતિ બનાવવામાં આવે, જેથી તેમની આવકનું સાધન જળવાઈ રહે. હવે જોવાનું એ રહેશે કે ગરીબ વર્ગની આ રજૂઆતને ગાંધીધામ મનપા તંત્ર કેટલું ગંભીરતાથી લે છે અને તેમની રોજીરોટી બચાવવા માટે શું નિર્ણય કરે છે.
📲Get App