🔥 TRENDING ભુજ મિર્ઝાપુર હાઇવે પાસ ભગવતી પેટ્રોલ... रामदेवरा के विकास हेतु मोदी सरकार देगी... Barapulla Elevated Road Phase-3 Jam Pe... High Court overturns salary cut for re... 44 Elderly, Ailing Prisoners to Be Rel... jब्रेकिंग न्यूज़ — बदायूं बदायूं किया...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં બ્રિજ પરથી પાણી નિકાલની પાઇપ તૂટી પડતાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વ્યસ્ત ગુજરાત ગેસ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટે ગોઠવાયેલી ભારેખમ પીવીસી પાઇપ તૂટી પડતાં મુખ્ય માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.

સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નબળી અને તકલાદી કામગીરીના કારણે શહેરીજનોને સતત હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગણતરીના દિવસોમાં ધોવાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે હવે સુરતના અત્યંત વ્યસ્ત વિસ્તારમાં બ્રિજ પરથી પાણીના નિકાલ માટે ગોઠવાયેલી વ્યવસ્થા તૂટી પડતાં તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ છે. અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટે મુકવામાં આવેલી ભારેખમ પીવીસી પાઇપ અચાનક તૂટીને નીચે ધમધમતા મુખ્ય માર્ગ પર ખાબકતાં નાસભાગ મચી ગઈ હતી.

આ વિસ્તાર હંમેશા વાહનોની ભારે અવરજવર અને ટ્રાફિકથી ધમધમતો રહે છે. અચાનક પાઇપ તૂટીને રસ્તા પર વિખેરાઈ જતાં ત્યાંથી પસાર થતાં બાઇક અને મોપેડ ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને એક ગંભીર અકસ્માત સર્જાતા સહેજમાં અટક્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ બનાવથી વાહનચાલકોમાં ભારે ભય ફેલાયો હતો.

તંત્રના જવાબદારો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓએ જાતે જ રસ્તા પર પડેલા પાઇપના ટુકડાઓને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની વિકાસ કામગીરી અને તેની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જ્યો છે.
📲Get App