🔥 TRENDING जनसुराज पार्टी के सूत्रधार प्रशांत किश... হাওড়া জেলার বাগনান ও কুলগাছিয়ায় প্র... હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રા... মুঙ্গিয়াকামি থানায় নাইট পেট্রোলিংয়ে... Punjab Congress Leader Warring Set to... Punjab Congress Grapples With New Jat...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાલીતાણાના ચેક બાઉન્સ કેસમાં સજા પામેલો આરોપી સુરતમાંથી ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 02:56 PM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલીતાણામાં ચેક બાઉન્સના ગુનામાં એક વર્ષની સજા પામેલો આરોપી છેલ્લા છ મહિનાથી સુરતમાં મજૂરી કરીને છુપાઈ રહ્યો હતો, જેને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

પાલીતાણામાં ચેક બાઉન્સ જેવા આર્થિક ગુનામાં દોષિત ઠેરવી કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ કાયદાથી બચવા માટે ફરાર થયેલો એક આરોપી છેલ્લા છ મહિનાથી સુરત શહેરમાં સામાન્ય મજૂર તરીકે ઓળખ છુપાવીને રહેતો હતો. જોકે, સુરત પોલીસની સતર્કતાના કારણે તે આખરે ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્ક્વોડને બાતમી મળી હતી કે, એક ભાગેડુ આરોપી વરાછા વિસ્તારમાં આશરો લઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વરાછાની નવી શક્તિ વિજય સોસાયટીના નાકે વોચ ગોઠવી હતી.

પોલીસે ત્યાંથી મૂળ પાલીતાણાના થોરાળી ડેમ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 36 વર્ષીય આરોપી કિશોર દેવશીભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ભાડાના મકાનમાં રહેતો હતો અને પોલીસથી બચવા માટે હીરા ઘસવાની મજૂરી કરતો હતો.
📲Get App