🔥 TRENDING BSF Trooper Dies After Self‑Inflicted... Tripura Chief Minister Inspects Diwali... Students protest at Tripura University... Himachal Pradesh HC warns hotel licenc... Mahindra Reports 50,208 Tractor Units... મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ‘સેવા...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન,સ્વાસ્થ્ય અને સુખાકારી પર ભાર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 11:22 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર અંતર્ગત આયોજિત આ સ્વાસ્થ્ય તપાસ કેમ્પનો ઉદ્દેશ્ય સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો..

સાબરકાંઠા જિલ્લામાં-:
સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિરના ભાગરૂપે સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને એક વિશેષ સિંગલ વિન્ડો સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ સફાઈમિત્રોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમયસર તબીબી તપાસ કરાવવાની ટેવ વિકસાવવાનો હતો.આ કેમ્પ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એક જ સ્થળે વિવિધ જરૂરી આરોગ્ય સેવાઓ અને તબીબી તપાસનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈમિત્રોની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમના સુરક્ષા,આરોગ્ય અને સન્માનને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી છે..

આ શિબિર દ્વારા સફાઈમિત્રો તથા તેમના આશ્રિતોને આરોગ્ય સેવાઓનો સરળતાથી લાભ મળે, જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો. સફાઈમિત્રોના સર્વાંગી કલ્યાણ માટે આવી સેવાઓ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો.
📲Get App