🔥 TRENDING અમદાવાદમાં સાયબર ફ્રોડની 8 ફરિયાદો: 30... गोला गोकर्णनाथ में खुला नया सिनेमाघर '... અમદાવાદ ગ્રામ્ય: પંડિત દીનદયાળ નગરમાં... ટ્રાફિક સિગ્નલના અમલને બદલે ટુ-વ્હીલર... ભુજમાં "સેવા મારું યોગદાન" અભિયાન હેઠળ... गुजरात एटीएस ने लक्षद्वीप के पास से 52...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં બીઆરટીએસ જનરક્ષક વાહને રાહદારીને અડફેટે લીધો, ગંભીર ઈજા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:18 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરટીએસ જનરક્ષક વાહને એક રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તના બંને પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.

સુરતના પોશ વિસ્તાર ગણાતા ઉમરા પોલીસ સ્ટેશન હદમાં 112 પોલીસ જનરક્ષક વાહને એક રાહદારીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 27 સપ્ટેમ્બરે બપોરે આશરે દોઢ વાગ્યે વીઆર મોલ સામે બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ભોગ બનનાર વ્યક્તિ વીઆર મોલથી જમવા માટે ઘરે જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ રોડ પર પગપાળા રસ્તો ઓળંગતી વખતે ડુમસ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા જનરક્ષક વાહન (GJ-18-BX-0831)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ આધેડ રસ્તા પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેમના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું. આ ઉપરાંત જમણી કોણી, મોઢાના ભાગે છોલાવાથી ઈજાઓ થઈ હતી તેમજ માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(A), 125(B) તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App