स्थानीय
બગસરા સમર્થ મહિલા ક્રેડિટ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, ૧ કરોડથી વધુનું ધિરાણ
બગસરા ખાતે યોજાયેલ સમર્થ મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની ત્રણ વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં રૂા. ૬૪ લાખથી વધુની ડિપોઝિટ સામે રૂા. ૧ કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.
બગસરા પટેલવાડી ખાતે સમર્થ મહિલા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જયશ્રીબેન અતુલભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સભામાં મંત્રી રૂપલબેન સરવૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મંડળીની ત્રણ વર્ષની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંડળીમાં રૂા. ૬૪ લાખથી વધુની ડિપોઝિટ જમા થઈ છે, જ્યારે તેની સામે રૂા. ૧ કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું છે. આર્થિક વર્ષ દરમિયાન મંડળીનો ચોખ્ખો નફો રૂા. ૭૨ હજારથી વધુ રહ્યો હતો.
મંડળીના ચેરમેન અરુણાબેન બાબરીયાએ ઉપસ્થિત મહિલાઓને વિવિધ ધિરાણ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. આ સભામાં બગસરા શહેર તથા આસપાસના ગામોની મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.