🔥 TRENDING Delhi-NCR Implements New GRAP, Parking... Haryana FDA arrests two more in allege... Haryana Sends Entire Wrestling Squad t... Drishti IAS Publishes Daily Haryana Cu... Chhattisgarh Consumer Commission calls... Two workers killed, four injured in po...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયાના કુતાણા ગામની મુલાકાત લઈ સરકારી દફતરોની ચકાસણી કરી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 30 Sep 2026, 12:22 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયા તાલુકાના કુતાણા ગામની મુલાકાત લઈને ગ્રામ સચિવાલયના વિવિધ દફતરોની તપાસણી કરી હતી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયા તાલુકાના કુતાણા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ સચિવાલયની મુલાકાત લઈને વિવિધ સરકારી દફતરોની ઝીણવટપૂર્વક તપાસણી કરી હતી.

કલેક્ટર ભારદ્વાજે ગ્રામ વિકાસ અને ગ્રામજનોની સુખાકારીને લગતા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક અમલ થાય અને સામાન્ય જનતાને સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત પ્રસંગે પ્રાંત અધિકારી જીલ પટેલ, મામલતદાર વાડા, તાલુકા વિકાસ અધિકારી વી.એન. ગોહિલ, ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ વિછીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App