Crime
પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાન જવાનનો આપઘાત
પીપાવાવ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન પરિસરમાં એક 28 વર્ષીય યુવાન જવાન ધાર્મિક શાંતિલાલ કોટડીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર સ્ટેશનમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી/રાજુલા: રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન પરિસરમાં એક કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, સ્ટેશનના મેસ બિલ્ડિંગમાં ફરજ બજાવતા 28 વર્ષીય જવાન ધાર્મિક શાંતિલાલ કોટડીયા (રહે. જૂનાગઢ) એ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પીપાવાવ મરીન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.