🔥 TRENDING બગસરા સ્વામિનારાયણ મંદિરે આવતીકાલના કા... ಶೋಷಿತರ ಪರ ಧ್ವನಿಯಾಗುವುದು ಸಾಹಿತ್ಯ: ಡಾ. ಭ... Punjab Signs 38-Year-Old Umesh Yadav t... Punjab Sets New School Timings Effecti... Himanta Biswa Sarma Urges Dhing Voters... Assam: Tea Estate Assistant Manager Ar...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકોનો વિરોધ, પથ્થરમારો અને તોડફોડ

✍️ Reporter: Naresh katua 🗓 30 Sep 2026, 02:47 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકોનો વિરોધ, પથ્થરમારો અને તોડફોડ કચ્છના મુન્દ્રા પોર્ટ પાસે આવેલી મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં આજે એક અકસ્માત સર્જાયો. કામ દરમિયાન એક શ્રમિક ગંભીર રીતે ઘવાયો હતો.અકસ્માત બાદ કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક સારવાર અને મદદ ન મળતા અન્ય શ્રમિકોમાં ભારે રોષ ફેલાયો. ગુસ્સે ભરાયેલા શ્રમિકોએ કંપની પરિસરમાં હોબાળો મચાવ્યો. ટોળાએ પથ્થરમારો કરીને કંપનીના વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.ઘટનાની જાણ થતા જ મુન્દ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલ કંપનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App