🔥 ट्रेंडिंग मोटरसाइकिल फाइनेंस की किस्त न चुका पान... डीआईजी ग्वालियर रेंज डॉ. आसित यादव ने... इंदरगढ़ पुलिस ने 70 लीटर अवैध शराब और... जनपद में शांति एवं कानून-व्यवस्था बनाए... બોલેરો પીકઅપમાંથી ટાયર ચોરી કરતી ગેંગ... राजकुमार राव की ‘शहीद’ अब 13 साल बाद स...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ઉમરગામ પોલીસે ગણતરીના દિવસોમાં ગોવાડા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 सित. 2026, 09:42 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉમરગામ તાલુકાના ગોવાડા ગામમાં ગણપતિ વિસર્જન સમયે બંધ મકાનમાં થયેલી સોનાના દાગીનાની ચોરીનો ગુનો ઉમરગામ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી ₹1.98 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઉમરગામ તાલુકાના ગોવાડા ગામમાં ગણપતિ વિસર્જન સમયે બંધ મકાનમાં થયેલી સોનાના દાગીનાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉમરગામ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સાગર રાજેશભાઈ પટેલ (ઉંમર 29) ને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ આશરે રૂ. 1,98,090 ની કિંમતનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના ગોવાડા ગામના એક દંપતી ગણપતિ વિસર્જન માટે ગયું હતું. આ સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ PI એચ.ડી. તુવર અને PSI જે.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ આરોપી સાગર પટેલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

પોલીસે આરોપી પાસેથી સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી મળી કુલ રૂ. 1,98,090 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીની પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App