🔥 TRENDING સાણંદ તાલુકાના જુવાલગામ ખાતે જુવાલગ્રુ... FirstCry Opens New Retail Outlet in Fa... Teen Arrested in Chhattisgarh After Ki... Chhattisgarh Cabinet Approves Rules to... Chhattisgarh Approves 10% Reservation... Gen Z Voters: Key Expectations from In...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોડાસા પોલીસ હેડક્વાર્ટરનું વાર્ષિક નિરીક્ષણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 06:40 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું..

અરવલ્લીના-:
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા મોડાસા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ નિરીક્ષણ દરમિયાન પોલીસ વિભાગની કામગીરી અને વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ પૂર્ણ થયા બાદ પોલીસ અધિક્ષક દ્વારા એક પોલીસ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરબારમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી હતી..

પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમની રજૂઆતોના આધારે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App