🔥 TRENDING Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत... Bjp protest against jk National confer...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભચાઉના સામખિયાળી નજીક સ્ક્રેપ યાર્ડમાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 30 Sep 2026, 05:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક ટોલ પ્લાઝા પાસે આવેલા સ્ક્રેપ યાર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

આજ રોજ તારીખ 30/09/2026 ના રોજ બપોરના આશરે 01.20 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને 112 નંબર પર સામખિયાળી ગામ નજીક ટોલ પ્લાઝા પાસે આવેલી એક હોટલની પાછળ આવેલા સ્ક્રેપ યાર્ડમાં આગ લાગ્યાની જાણ થઈ હતી.

માહિતી મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર ટીમના સભ્યો દાફડા પ્રવીણ, કુલદીપ ભાઈ અને શક્તિ સિંહ સહિતના જવાનો જોડાયા હતા અને તેમણે પોતાની ફરજ બજાવી હતી.
📲Get App