🔥 TRENDING Tripura ‘Bachao‑Bharat Jodo Yatra’: As... Himachal High Court Elevates Eight Off... Meerut Court Convicts Wife and Lover i... Himachal Minister Jagat Singh Negi Cal... Driver Seriously Injured in Road Colla... Contempt Proceedings Cleared Against G...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર લૉ કોલેજ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન અને શ્રમદાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 11:54 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત હિંમતનગર લૉ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ અભિયાન અને શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
વિકાસ સપ્તાહ-૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે, હિંમતનગર સ્થિત લૉ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓએ સમાજ સેવાના ઉત્તમ કાર્યમાં ભાગ લીધો.આ અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી સફાઈ અભિયાન હાથ ધર્યું અને શ્રમદાન કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો હતો.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આસપાસના વિસ્તારોમાંથી કચરો એકત્રિત કર્યો અને તેને યોગ્ય નિકાલ માટે વ્યવસ્થિત કર્યો..

વિકાસ સપ્તાહ દરમિયાન યોજાયેલ આ સફાઈ અભિયાન અને શ્રમદાન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર શારીરિક શ્રમ જ નહીં,પરંતુ સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.આ પહેલથી સ્થાનિક રહીશોમાં પણ સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાયો.
📲Get App