🔥 TRENDING ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામ... Delhi-NCR Implements New GRAP, Parking... Haryana FDA arrests two more in allege... Haryana Sends Entire Wrestling Squad t... Drishti IAS Publishes Daily Haryana Cu... Chhattisgarh Consumer Commission calls...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધારીના પ્રેમપરા નજીક સિંહોએ ધોળા દિવસે બે બળદોનો શિકાર કર્યો, ગ્રામજનોમાં ભય

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 30 Sep 2026, 12:28 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તાલુકાના પ્રેમપરા ગામની સીમમાં ત્રણ સિંહોએ ધોળા દિવસે બે બળદોનો શિકાર કરી ફાડી ખાધા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધારી તાલુકાના પ્રેમપરા ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે ત્રણ સિંહો આવી ચડ્યા હતા. સિંહોના ટોળાએ બે બળદોનો શિકાર કરી ફાડી ખાધા હોવાની ઘટના સામે આવતા આસપાસના ગામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, પ્રેમપરા ગામની સીમમાં ત્રણ સિંહો અચાનક આવી ચડ્યા હતા અને બળદો પર હુમલો કરી તેમનો શિકાર કર્યો હતો. સિંહોએ બળદોને ફાડી ખાધા બાદ લાંબા સમય સુધી આસપાસમાં જ ધામા નાખ્યા હતા.

પ્રેમપરા વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર જોવા મળતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે સિંહોએ બળદોનો શિકાર કરતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. વન વિભાગ દ્વારા સિંહોને દૂર ખસેડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
📲Get App