🔥 TRENDING ग्वालियर में 'जय भोले नाश्ता' का सड़क... शिवपुरी: कोर्ट रोड को अतिक्रमण मुक्त ब... CISF Camp Firing Incident Reported Fire Breaks Out at Balasore Showroom,... Odisha Bandh Leaves Passengers Stuck a... Congress Protests in Raikot Over Alleg...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દ્વારકા નજીક સરકારી વાહનની ટક્કર: તૂપણી ગામના આધેડનું ઘટનાસ્થળે મોત

✍️ Reporter: Parmar Priyankbhai 🗓 30 Sep 2026, 06:12 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દ્વારકા નજીક ચરકલા-નાગેશ્વર રોડ પર સરકારી વાહન અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં તૂપણી ગામના રહેવાસી આલાભાઈ કેસરભાઈ ચાવડાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

દ્વારકા નજીક ચરકલા-નાગેશ્વર રોડ પર નદી પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સરકારી વાહનની ટક્કર વાગતા તૂપણી ગામના રહેવાસી આલાભાઈ કેસરભાઈ ચાવડા નામના આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચરકલા-નાગેશ્વર રોડ પર એક સરકારી વાહન પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા વાહને આલાભાઈ ચાવડાના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે આલાભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ તૂપણી ગામના લોકો અને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક આત્માની શાંતિ માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.
📲Get App