🔥 TRENDING Kuki‑Zo Council Warns of Escalated Agi... Mizoram Starts Bus Service to Churacha... Women’s Group Starts MLA Signature Dri... TMC Says Audio of Its Talks with Elect... Meghalaya Government Moves to Curb Ban... VPP MDC disrupts nurses' recruitment i...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી તેલ મિલ મંડળીમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 30 Sep 2026, 12:14 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી તેલ મિલ મંડળીની વાર્ષિક બેઠકમાં સર્વાનુમતે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ.

અમરેલી તેલ મિલ મંડળીની એક મહત્વપૂર્ણ વાર્ષિક બેઠક ખોડલધામ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મંડળીના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડીલોના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સર્વાનુમતે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.

નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે મેલાભાઈ મોરી, ઉપપ્રમુખ તરીકે વલ્લભભાઈ મોરલીયા, પૂર્વ પ્રમુખ મૂળજીભાઈ મોરલીયા, અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ જવાહરભાઈ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંસ્થાના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા મેલાભાઈ મોરીના નેતૃત્વ હેઠળ ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ ગોંડલીયા, મંત્રી તરીકે પ્રવિણભાઈ હીરપરા અને ખજાનચી તરીકે સંજયભાઈ ટેકરાવાળીને જવાબદારી સોંપવામાં આવી હતી.

આ બેઠકમાં રણછોડભાઈ હીરાણી, વિનુભાઈ ગોંડલીયા, જગદીશભાઈ કુંભાણી, વિશ્વાસભાઈ ગજેરા, જગદીશભાઈ કુછડીયા, સુરેશભાઈ જાદવ, કિશોરભાઈ કુડીયા, રાજેશભાઈ મેતલીયા, અનિલભાઈ સેલાણીયા, જગદીશભાઈ સેલાણીયા, અશોકભાઈ જસાણી, મહાદેવભાઈ નવાપરીયા, વિરલભાઈ કાથડ, ભરતભાઈ રૂપારેલીયા, બાબુભાઈ ઘેટીયા, ભૂપતભાઈ વાળીયા, બીજીભાઈ ભેટદીયા, મેનાભાઈ જેબલીયા, દિનેશભાઈ ફેટીવાડીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સર્વાનુમતે થયેલી આ નિમણૂંક બદલ નવનિયુક્ત હોદ્દેદારોને સૌએ અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાની પ્રગતિ માટે સંત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
📲Get App