🔥 TRENDING ବିରୁପା ନଦୀରୁ ଯୁବକଙ୍କ ମୃତଦେହ ଉଦ୍ଧାର, ୩... દહેગામ પોલીસે નંબર પ્લેટ વગરની અને કાળ... અરબ સાગરમાં કોસ્ટ ગાર્ડનું સફળ ઓપરેશન:... कौशाम्बी के मोहम्मदपुर गांव में कार मे... અરબ સાગરમાં કોસ્ટ ગાર્ડનું સફળ ઓપરેશન:... Ayushmann Khurrana Expresses Excitemen...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

વાયોરમાં આરોગ્ય સેવા કેમ્પ: ૧૩૦ દર્દીઓને લાભ, ૧૧ના ઓપરેશન થશે

✍️ Reporter: Samasandhi Salman Anwar 🗓 30 Sep 2026, 01:15 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાયોર ગામમાં યોજાયેલા આરોગ્ય સેવા કેમ્પમાં ૧૩૦ દર્દીઓએ વિવિધ નિદાન અને સારવારનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ૧૧ દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવશે.

વાયોર ખાતે કે.સી.આર.સી. (અંધજન મંડળ), ભુજ દ્વારા ગાયત્રી પરિવાર નલિયા અને વાયોરના સહયોગથી એક નિ:શુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૩૦ દર્દીઓએ ભાગ લઈને આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ, નલિયાનાં ડૉ. અરુણાબેન સીજુ અને ડૉ. રિદ્ધિબા જાડેજા દ્વારા દર્દીઓની આંખની તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન દવા અને ટીપાં પણ નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા હતા.

કેમ્પમાં કુલ ૭ દર્દીઓના મોતિયાના ઓપરેશન કે.સી.આર.સી. હોસ્પિટલ, ભુજ ખાતે નિઃશુલ્ક કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય ૪ દર્દીઓના આંખના ઓપરેશન ધનલક્ષ્મીબેન આઈયા સા ચેથી ટ્રસ્ટ, નલિયા મારફત રાહત દરે અથવા જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક કરવામાં આવશે. ૨૦ દર્દીઓના આંખના નંબરની નિઃશુલ્ક તપાસ કરીને ટોકન ચાર્જમાં ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. વધુ તપાસ માટે ૬ દર્દીઓને નલિયાની આંખની હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા.

આરોગ્ય સેવા કેમ્પમાં ફિઝિયોથેરાપી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. ફિઝિયોથેરાસ્ટ રાકેશભાઈ અને શીતલબેન ગોસ્વામીએ ૧૭ દર્દીઓની સારવાર કરી હતી. નિયમિત નિઃશુલ્ક સારવાર માટે દર્દીઓને નલિયાના પરસોત્તમ શિવજી ચાંદ્રા ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવવા જણાવાયું હતું.

આ આયોજનમાં હેરેશભાઈ ઠક્કર, કાનજીભાઈ મહેથરી, હેરેશભાઈ રૂપારેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉકટર અને સ્ટાફે સહયોગ આપ્યો હતો. લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કર, આગેવાનો અને ડૉક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ સુખદેવસિંહ જાડેજા, ઉપસરપંચ કિશોરસિંહ જાડેજા અને ખેતુભા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. અદાણી ફાઉન્ડેશનના CSR મેનેજર માવજીભાઈ બારૈયાએ પણ મુલાકાત લઈ આરોગ્ય સેવાની સરાહના કરી હતી.
📲Get App