🔥 ट्रेंडिंग आगरा: UGC के विरोध में युवाओं ने जरार... भागलपुर: विक्रमशिला सेतु पर बेली ब्रिज... पंजाब में 2026 के मानसून में 38% कम बा... जीएनडीयू के निशानेबाजों ने एशियाई खेलो... मुझ में पटही एयरपोर्ट का निर्माण तेज़ी... जामुई ज़ीपी प्रमुख और पति पर सरकारी जम...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચાતો હતો
अपराध

અમદાવાદ: નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચાતો હતો

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 30 सित. 2026, 09:00 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસે નકલી દારૂ બનાવતી એક મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચાણ કરવામાં આવતું હતું.

અમદાવાદના ઠક્કરબાપાનગર, કૃષ્ણનગર વિસ્તારમાં ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડી નકલી દારૂના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં સસ્તા દારૂને મોંઘી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, તેના પર ડુપ્લિકેટ લેબલ અને ઢાંકણાં લગાવી ઊંચા ભાવે વેચવામાં આવતો હતો.

પોલીસે દરોડા દરમિયાન કુલ ₹1.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં નકલી દારૂ ભરેલી બોટલો, મોટી સંખ્યામાં ખાલી કાચની બોટલો, પ્લાસ્ટિક ક્વાર્ટર, ઢાંકણાં અને નકલી બ્રાન્ડ સ્ટીકરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દરોડામાં 322 ખાલી કાચની બોટલો, 118 પ્લાસ્ટિક ક્વાર્ટર અને 293 ઢાંકણાં મળી આવ્યા હતા.

આ કેસમાં પોલીસે હેમલ ઉર્ફે હેમુ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસમાં અન્ય આરોપીઓના નામ પણ સામે આવે તેવી શક્યતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આ નકલી દારૂ અમદાવાદમાં ક્યાં-ક્યાં સુધી પહોંચતો હતો તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
📲Get App