🔥 TRENDING CISF jawan opens fire, kills four coll... Kuki‑Zo Council Warns of Escalated Agi... Mizoram Starts Bus Service to Churacha... Women’s Group Starts MLA Signature Dri... TMC Says Audio of Its Talks with Elect... Meghalaya Government Moves to Curb Ban...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાટવા દેવળી ગામ બન્યું વડિયા પંથકનું પ્રથમ સંપૂર્ણ સ્માર્ટ મીટર ગામ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 30 Sep 2026, 12:30 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાટવા દેવળી ગામમાં તમામ વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવી અનોખી પહેલ કરવામાં આવી છે, જેના પગલે આ ગામ વડિયા પંથકનું પ્રથમ સંપૂર્ણ સ્માર્ટ મીટર ગામ બન્યું છે.

અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના વડિયા PGVCL હેઠળ આવતા બાટવા દેવળી ગામમાં તમામ વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવી એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ સિદ્ધિ સાથે બાટવા દેવળી ગામ વડિયા પંથકનું પ્રથમ સંપૂર્ણ સ્માર્ટ મીટર ગામ બન્યું છે.

વડિયા PGVCL ના ડેપ્યુટી એન્જિનિયર ડી.ડી. મારૂના માર્ગદર્શન હેઠળ અને ગામના સરપંચ યતીન નાગાણી તથા ગ્રામજનોના સહકારથી ગામના કુલ 512 વીજ કનેક્શનમાં ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ કનેક્શનમાં 472 ઘર, 28 દુકાનો, ગ્રામ પંચાયત, વોટર વર્ક્સ, સ્ટ્રીટલાઈટ, આંગણવાડી અને સરકારી દવાખાનાનો સમાવેશ થાય છે.

આ કામગીરી દરમિયાન ગ્રામજનોએ કોઈપણ પ્રકારનો વિરોધ દર્શાવ્યા વગર સ્વેચ્છાએ સ્માર્ટ મીટર લગાવડાવ્યા હતા. વિલેજ હેલ્પર આર.એલ. બાલાપરીયા સહિતના કર્મચારીઓએ પણ આ કામગીરીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
📲Get App