🔥 ट्रेंडिंग મુંબઈની ૧૨૨ વર્ષ જૂની ક્યાની એન્ડ કંપન... एनडीएमए ने आर्पडा मित्रा प्रशिक्षण कार... सुपर 30 चयन परीक्षा ट्रिपुरा में आयोजि... हिमाचल की प्रतिनिधिमंडली ने टोक्यो में... 29 सितंबर, 2026 को स्कूल बंद: आधिकारिक... सर्जिकल स्पंज एक वर्ष तक रोगी के अंदर...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠાના દાંતીવાડા પોલીસ સ્ટેશનનું પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વાર્ષિક નિરીક્ષણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 07:18 PM 👁 24
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દાંતીવાડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું,જેમાં સ્ટેશનની કાર્યક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરાયું..

બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દાંતીવાડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતા,સુરક્ષા વ્યવસ્થા અને જાળવણીની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હતો.પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સ્ટેશનના રેકોર્ડ,ગુનાખોરીની તપાસ પ્રક્રિયા,જનતા સાથેનો વ્યવહાર અને સ્ટાફની કામગીરી જેવા વિવિધ પાસાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી. તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદાના પાલન, નિષ્પક્ષ તપાસ અને નાગરિકોને સત્વરે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપ્યું..

આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની ઈમારત, વાહનો, શસ્ત્રો અને અન્ય સાધન-સામગ્રીની પણ ચકાસણી કરવામાં આવી. અધિક્ષકે સ્ટેશનના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારા અંગે સૂચનો પણ કર્યા હતા, જેથી પોલીસ કર્મીઓ વધુ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે.
📲Get App