🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં કપાસના પાકમાં 'ખાખ... લીલીયા મોટામાં ચોરીની ઘટનાઓ અંગે કોંગ્... લીલીયા મોટા: દીકરીઓએ પિતાની અર્થીને કા... કણાદરની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસ... नौकरी का झांसा देकर युवती के साथ दुष्क... मेवाड़ की लोकप्रिय गवरी का युवा द्वारा...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા સાથે અથડાતા લક્ઝરી કારનો કચ્ચરઘાણ નીકળ્યો, વીડિયો વાયરલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Sep 2026, 10:36 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. એક લક્ઝરી એસયુવી પુરપાટ ઝડપે આવી રહેલા આખલા સાથે અથડાતા કારના ભુક્કા બોલી ગયા હતા.

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતના થરાદ નજીક ભારતમાલા હાઇવે પર એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર પૂરઝડપે દોડી રહેલી એક લક્ઝરી એસયુવી અચાનક સામે આવી ગયેલા આખલા સાથે ધડાકાભેર અથડાતાં મોટો અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે, લેન્ડ રોવર કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. કારની હાલત જોઈને અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

આ ગંભીર અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અકસ્માત બાદ કારની દયનીય સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. રખડતા ઢોરના કારણે થતા આવા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે.
📲Get App