अपराध
ભરૂચ: સોસાયટીના કોમન પ્લોટમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, ચકચાર
ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના કોમન પ્લોટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના સોનતલાવડી ઝૂંપડપટ્ટી નજીક આવેલી એક સોસાયટીના કોમન પ્લોટમાં પ્લાસ્ટિકની થેલીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કમ્પાઉન્ડ હોલની દીવાલ પાસે બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 94 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં, બાળકીના જન્મના કલંકને છુપાવવાના ઇરાદે મૃતદેહને કોમન પ્લોટમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પણ તપાસને આગળ વધારી રહી છે. આ મૃતદેહ કોણે અને કયા કારણોસર ફેંક્યો હતો તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.