🔥 ट्रेंडिंग ଭିଜିଲାନ୍ସ ଜାଲରେ ଫ୍ୟାକ୍ଟ୍ରିଜ୍ ଆଣ୍ଡ ବଏଲର... ପୁଲିସ କର୍ମଚାରୀଙ୍କ ସ୍ଵାମୀଙ୍କୁ ଗୁଳି କରି... ମାଡ଼ିଆସିଲା ମହାନଦୀ ବନ୍ୟାଜଳ, ବୁଡ଼ିଲା ରାସ୍ତ... ଚଢ଼ାଉ ବେଳେ ମହିଳା ଅବକାରୀ କର୍ମଚାରୀଙ୍କ ମୁଣ... ବହି ତ୍ରୁଟି ପ୍ରସଙ୍ଗରେ PMOର ହସ୍ତକ୍ଷେପ; କ... ସାମାନ୍ୟ ବଚସା ପରେ ଭଣଜା ଆଗରେ ମାମୁକୁ ଗୁଳି...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

અંજારમાં ખેડૂતો પાસેથી રકમની વસૂલાત સામે કિસાન સંઘનો વિરોધ, આંદોલનની ચીમકી

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 29 सित. 2026, 03:52 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંજાર તાલુકામાં ખેડૂતોને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામ માટે અપાયેલી રકમની રિકવરી નોટિસ સામે ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે. સંઘે નોટિસ રદ કરી લેખિત NOC આપવાની માંગ કરી છે.

અંજાર તાલુકામાં ખેડૂતોને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામ માટે અગાઉ આપવામાં આવેલી રકમ પરત વસૂલવા અંગેની નોટિસ સામે ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સંઘે આ નોટિસને ગેરવ્યાજબી ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

ભારતીય કિસાન સંઘના જણાવ્યા મુજબ, ખેડૂતોને જે રકમ આપવામાં આવી હતી તે સમયે G.W.I.L. તથા સરકારના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ સર્વે નંબરની ચકાસણી કરવામાં આવી હતી અને ખેડૂતોએ પણ લાઇન નાખવા માટે જરૂરી સહયોગ આપ્યો હતો. હવે તે જ રકમની વસૂલાત માટે નોટિસ આપવી એ ગેરધોરણસરની કાર્યવાહી છે.

સંઘે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રિકવરીની નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખેડૂતોને લેખિતમાં NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપી સ્પષ્ટતા કરવામાં આવે કે અગાઉ આપવામાં આવેલી રકમ પરત કરવાની થતી નથી.

આ મુદ્દાનો સમયસર નિકાલ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ન્યાયની લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે. આ રજૂઆત દરમિયાન ભારતીય કિસાન સંઘના અંજાર તાલુકા પ્રમુખ ચનાભાઈ મરડ, મંત્રી દેવજીભાઈ ગુજરીયા, ઉપપ્રમુખ હરિભાઈ મયાત્રા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App