🔥 TRENDING Jharkhand Accelerates Dhalbhumgarh Air... New Mining Law Cuts Jharkhand’s Funds,... Virat Kohli targets to extend ODI run... Avalanche Token Hits Six-Month High Af... India Reaffirms Commitment to Two-Stat... વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

કુકસવાડા ગામે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને એક દિવસીય તાલીમ અપાઈ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 29 Sep 2026, 08:00 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માળિયા તાલુકાના કુકસવાડા ગામે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તાલીમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું.

માળિયા તાલુકાના કુકસવાડા ગામે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા ખાતે યોજાઈ હતી, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર પી.બી. નકુમ અને મદદનીશ પ્રાધ્યાપક વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કચેરી, તેમજ ડૉ. એસ.કે. કલેંયા, રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આત્મા BTM માળિયાના અજીતસિંહ ઝાલા, આત્મા ATM માળિયાના ધર્મેન્દ્રસિંહ પરમાર તથા GPKVB માળિયાના જયદીપ મોરી પણ હાજર રહ્યા હતા.

કુકસવાડા ક્લસ્ટરના માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે સંપૂર્ણ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, ખેતરમાં તેના વ્યવહારુ ઉપયોગ તથા ખેડૂતોને પડતા પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા તથા ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ રહી હતી.
📲Get App