🔥 TRENDING विश्व रेबीज़ दिवस पर भोपाल में जागरूकत... हाडहा में नेटवर्क नहीं आता है ಗಣೇಶ Linkin Park Documentary 'Unshatter' Se... उत्तर प्रदेश कर्फ्यू, दंगे और उपद्रव स... सूरत-आजमगढ़ ट्रेन में दो युवक सिगरेट प...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: ઠક્કરનગરમાં સસ્તા દારૂ પર મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેચાણ કરતી મિની ફેક્ટરીનો પર્દાફાશ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Sep 2026, 08:44 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ઠક્કરનગરમાં પોલીસે ભાડાના મકાનમાં ચાલતી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સસ્તા દારૂની બોટલો પર મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેચાણ થતું હતું.

અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં ભાડાના મકાનમાં ધમધમતી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ઝોન-5 LCB અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને આ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ મામલે હેમલ ઉર્ફે હેમુ વાઘેલા નામના એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ સસ્તા દારૂની બોટલો પર Teachers, Black & White, Black Dog, Blender's Pride અને Signature જેવી મોંઘી અને પ્રખ્યાત બ્રાન્ડના નકલી સ્ટીકર લગાવીને ગ્રાહકોને છેતરપિંડી કરતા હતા. આ રીતે તેઓ ઓછા ખર્ચે દારૂ બનાવીને ઊંચા નફા સાથે વેચાણ કરતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો, નકલી સ્ટીકરો, ઢાંકણા અને અન્ય સામગ્રી મળીને કુલ ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ મિની ફેક્ટરી છેલ્લા 2 થી 3 મહિનાથી કાર્યરત હતી. પોલીસને હેમલ ઉર્ફે હેમુ વાઘેલા પાસેથી દરરોજ ₹450 મહેનતાણું મળતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ રેકેટના મુખ્ય સૂત્રધારો ભરત ઉર્ફે ભરતો સોલંકી અને વિજય સોલંકી હાલ પોલીસ પકડથી દૂર છે અને ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ દારૂ ક્યાં સપ્લાય થતો હતો અને તેમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
📲Get App