🔥 TRENDING અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N... বাগনানের বেনাপুর প্রাণবল্লভপুর পিকনিক... गोंडा: आंधी-तूफान ने बिजली व्यवस्था को...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કામરેજ નજીક બાંધકામ સાઇટ પર મહારાષ્ટ્રીયન મજૂરનું શંકાસ્પદ મોત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:50 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજના વાવ ગામ નજીક એક બાંધકામ સાઇટ પર રહેતા 46 વર્ષીય મહારાષ્ટ્રીયન મજૂરનું રાત્રે ઊંઘમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આવેલી સમર્પણ પેરેડાઇસ સોસાયટીની બાંધકામ સાઇટ પર છેલ્લા દોઢ વર્ષથી મજૂરી કરતા 46 વર્ષીય મહારાષ્ટ્રીયન શ્રમિક સુરેશ દયાનંદ મેનાનું રાત્રે ઊંઘમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક સુરેશ થોડા દિવસો પહેલા પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બે દિવસ અગાઉ રાત્રે તેઓ પાણી પીને સૂઈ ગયા હતા.

મોડી રાત્રે, તેમના સાથી શ્રમિક ચેનસિંહે તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરેશ કોઈ પ્રતિભાવ ન આપતાં મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ તેમને મૃત હાલતમાં જણાયા હતા, જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
📲Get App