🔥 TRENDING ધારીના પ્રેમપરા નજીક સિંહોએ ધોળા દિવસે... गोला गोकर्णनाथ: 14 माह के अपहृत मासूम... અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે લીલીયા... યમનમાં હવાઈ હુમલો: 7ના મોત, 40થી વધુ ઘ... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી:... Andhra Pradesh Accelerates Investment...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

દામનગરમાં ૮૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 29 Sep 2026, 11:14 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિનિયર સિટીઝન ટ્રસ્ટ, ગાયત્રી મંદિર અને ભૂરખીયા હનુમાનજી મંદિરના સંયુક્ત ઉપક્રમે બુધવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે, જેમાં મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરાશે.

દામનગર: સ્થાનિક પ્રચાર સેવાનું માધ્યમ ધરાવતી સિનિયર સિટીઝન ટ્રસ્ટ દામનગર, ગાયત્રી મંદિર દામનગર અને ભૂરખીયા હનુમાનજી મંદિર ભૂરખીયા દ્વારા સંયુક્ત ઉપક્રમે આગામી બુધવારે ૮૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં રાજકોટ સ્થિત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કેમ્પ દરમિયાન મોતિયા નિદાન થયેલ દર્દીઓના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે.

આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે દર્દીઓ આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા હોય તેમણે પોતાના આધાર કાર્ડના પુરાવા સાથે સવારે ૮ વાગ્યે ગાયત્રી મંદિર, દામનગર ખાતે પહોંચી જવાનું રહેશે. આંખોને લગતી તકલીફ ધરાવતા તમામ દર્દીઓને આ વિનામૂલ્યે આયોજિત કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.
📲Get App