🔥 TRENDING સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ... मोहना नगर परिषद अध्यक्ष ने वार्ड 04 मे... Jharkhand Governor Emphasizes Talent I... Para-Teacher Killed After Being Trampl... Supreme Court Grants Bail to Man Accus... HCLTech Study Finds Wealth Firms Strug...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં લગ્નના બીજા જ દિવસે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 07:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાના નિકાહના બીજા જ દિવસે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. જે ઘરમાં લગ્નની ખુશીઓ છવાયેલી હતી, ત્યાં અચાનક જ કલ્પાંત અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભેસ્તાન પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નસીમનગર રઝા ચોક ખાતે રહેતા અને ગરમ મસાલાનો વ્યવસાય કરતા 28 વર્ષીય રિઝવાન ઈસ્માઈલ મોહમદ નામના યુવકે આત્મહત્યા કરી છે. ગત 27 સપ્ટેમ્બરે જ તેના નિકાહ થયા હતા, પરંતુ લગ્નના બીજા જ દિવસે તેણે આ અંતિમ પગલું ભરતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 28 સપ્ટેમ્બરે સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ રિઝવાનની નવપરિણીત પત્નીને તેના પરિવારજનો રિવાજ મુજબ પિયર તેડી ગયા હતા. આ જ સમયગાળા દરમિયાન રિઝવાનની માતા અને તેનો નાનો ભાઈ પણ કોઈ કામસર હોસ્પિટલ ગયા હતા. ઘરમાં એકલા રહેલા રિઝવાને કોઈ અગમ્ય કારણોસર છત પર લાગેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

લગ્નના માત્ર 24 કલાકની અંદર જ બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. યુવકે કયા માનસિક તણાવમાં આવીને આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App