🔥 TRENDING Tom Cruise’s ‘Digger’ among five Holly... Keerthy Suresh & Radhika Apte's 'Akka'... Rajkummar Rao’s ‘Shahid’ Finally Debut... Drishyam 3 Sets Record Advance Booking... Miguel Bernardeau and Guitarricadelafu... Official Trailer of 'Si Yugandhar' Rel...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે વડાલી પાસેથી વિસ્ફોટક સામગ્રી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Sep 2026, 05:35 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આરોપીને વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ દ્વારા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની સૂચનાઓને પગલે એટીએસ ચાર્ટર લગત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને, એસ.ઓ.જી. સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.

પેટ્રોલીંગ દરમિયાન, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી કે.યુ.ચૌધરી અને શ્રી.પી.એમ.ઝાલા તથા સ્ટાફના હરપાલસિંહ જશવંતસિંહ અને કલ્પેશકુમાર કેશવભાઇને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધામડી ગામની સીમમાંથી એક શંકાસ્પદ મારુતિ-૮૦૦ ગાડીમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

પોલીસે તુરંત જ ગાડીમાં સવાર આરોપી સુમિતસિંહ ચેનસિંહ (ચૌહાણ) રાજપુત, જે આશાહાલી, નારાયણપુર, તા. રાયપુર, જી. ભીલવાડા, રાજસ્થાનનો રહેવાસી છે અને હાલ શ્રી નગર સોસાયટી, ઇડર, સાબરકાંઠામાં રહે છે, તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલ વિસ્ફોટક સામગ્રી અંગે એક્સપ્લોજીવ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીની પૂછપરછ દરમિયાન, તેનો પિતા ચેનસિંહ રેવતસિંહ રાજપુત (ચૌહાણ), જે પણ આશાહાલી, નારાયણપુર, તા. રાયપુર, જી. ભીલવાડા, રાજસ્થાનનો રહેવાસી છે અને હાલ શ્રીનગર સોસાયટી, ઇડર, સાબરકાંઠામાં રહે છે, તે પણ આ ગુનામાં સંડોવાયેલો હોવાનું અને નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App