🔥 TRENDING बेटियों के विवाह की चिंता होगी कम, मुख... Kerala Blasters Confirm 100% Sale to U... BJP MP Revanth Reddy Faces Backlash Ov... Telangana BJP Leader Demands Apology f... OpenAI Pulls New Model After Safety Te... Odisha's First Critical Mineral Refini...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે વીજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ કચરાના ઢગલા, આગનો ભય

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 06:06 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઉધના વિસ્તારમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે રોડ પર જ જ્વલનશીલ હોટ ફિક્સ વેસ્ટના મોટા ઢગલા ખડકાયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ કચરો વીજ ટ્રાન્સફોર્મર નીચે ફેંકવામાં આવ્યો છે, જે આગના મોટા જોખમને નોતરી શકે છે.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે રોડ પર જ જ્વલનશીલ ગણાતા હોટ ફિક્સ વેસ્ટના મસમોટા ઢગલા ખડકાઈ ગયા છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે આ જોખમી કચરો સીધો DGVCLના વીજ ટ્રાન્સફોર્મર નીચે જ ફેંકવામાં આવ્યો છે. જરાક અમથો શોર્ટ-સર્કિટનો તણખો પણ અહીં મોટી દુર્ઘટના સર્જી શકે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ જ પ્રકારના કચરામાં આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે. રસ્તાની એક તરફ કચરાના પહાડ અને બીજી બાજુ આડેધડ વાહન પાર્કિંગને કારણે સામાન્ય નાગરિકો માટે માત્ર માંડ પસાર થઈ શકાય તેટલો જ સાંકડો રસ્તો બચ્યો છે. આનાથી ટ્રાફિકની ભયંકર સમસ્યા અને અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. માંડ બે દિવસ પહેલાં જ લિંબાયત વિસ્તારમાં આ જ હોટ ફિક્સ વેસ્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અગાઉ વરાછા અને પુણા વિસ્તારમાં પણ આ જ પ્રકારના કચરામાં આગની વિકરાળ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

વારંવાર બનતી ઘટનાઓ અને ચેતવણીરૂપ બનાવો છતાં પાલિકાનું તંત્ર કચરાના નિકાલ માટે કોઈ કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાડીને જાહેર માર્ગો અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ સામગ્રી ફેંકવામાં આવે છે, પરંતુ કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પરિસ્થિતિ આગામી સમયમાં મોટી દુર્ઘટના નોતરી શકે છે.
📲Get App