Local
સુરતમાં ગેરકાયદે ડાઈંગ એકમોનું પ્રદૂષણ: આરોગ્ય સંકટ અને નાગરિકોની હાલાકી
Watch on:
📷 Instagram
સુરતના કતારગામ ઝોનમાં ગેરકાયદે ધમધમતા તપેલા ડાઈંગ એકમો દ્વારા છોડવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણી સ્થાનિક નાગરિકો માટે ગંભીર આરોગ્ય સંકટ ઊભું કરી રહ્યું છે. મનપાની ડ્રેનેજ લાઈનોમાં સીધો નિકાલ થતાં રસ્તાઓ પર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે.
ટેક્સટાઇલ નગરી સુરતમાં ગેરકાયદે ધમધમતા તપેલા ડાઈંગ એકમોનું દૂષણ હવે સ્થાનિક નાગરિકો માટે ગંભીર આરોગ્ય સંકટ બની ગયું છે. કતારગામ ઝોન હેઠળ આવતા નાની બહુચરાજી અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા તપેલા ડાઈંગ એકમો દ્વારા પર્યાવરણના નિયમોના ખુલ્લેઆમ લીરા ઉડાવવામાં આવી રહ્યા છે.
કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કે પ્રોસેસ કર્યા વિના ઝેરી કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું રંગીન પાણી સીધું મનપાની ડ્રેનેજ લાઈનમાં ઠાલવવામાં આવી રહ્યું છે. પરિણામે, ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થઈને રસ્તાઓ પર કેમિકલયુક્ત પાણીની રેલમછેલ સર્જે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકો અસહ્ય હાલાકી અને દુર્ગંધ વચ્ચે ત્રસ્ત થઈ ચૂક્યા છે.
આ વિકરાળ સમસ્યા સામે જાગેલી વ્યાપક ફરિયાદોને પગલે આશરે એક પખવાડિયા અગાઉ કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેમિકલયુક્ત પાણીનો બારોબાર નિકાલ કરતા આશરે 274 જેટલા તપેલા ડાઈંગ એકમોને કડક સૂચના સાથે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ પ્રાથમિક પગલાં બાદ સ્થાનિકોમાં પ્રદૂષણ મુક્તિની આશા બંધાઈ હતી, પરંતુ નોટિસની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ રિપોર્ટ તૈયાર કરીને ઝોનલ ચીફ સ્મીત લોઢાને સુપરત કરી દેવામાં આવ્યો હોવા છતાં, કોઈ જ નક્કર દંડાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.