🔥 TRENDING ವಿದೇಶಿ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ 'ರಾಮಾಯಣ' ಚಿತ್ರ ಧ... ਕਣਕ ਦੀ ਫ਼ਸਲ ਵਿੱਚ ਜੀਵਾਣੂ ਖਾਦਾਂ ਦੀ ਵਰਤੋਂ... 10ನೇ ದಿನದಲ್ಲಿ 'ರಾಮಾಯಣ' 91 ಲಕ್ಷ ರೂ. ಗಳಿ... ಮಕ್ಕಳ ದಿನಾಚರಣೆಯಲ್ಲಿ ಒಟಿಟಿಯಲ್ಲಿ ದಕ್ಷಿಣ... 9 ವರ್ಷದ ಬಾಲನಟ ಸಾಯಿ ಪೃಥ್ವಿರಾಜ್ 'ಬತ್ತಾ'... ਛੋਟੀ ਉਮਰੇ ਸ਼ੁਰੂ ਕੀਤੀ ਤੰਬਾਕੂ ਦੀ ਵਰਤੋਂ ਬ...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવી પોલીસે ગાંજાના ૧૨ છોડ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
Crime

માંડવી પોલીસે ગાંજાના ૧૨ છોડ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 29 Sep 2026, 04:42 PM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી પોલીસે મોટા લાયજા ગામમાંથી ગાંજાના ૧૨ છોડ અને મોબાઇલ ફોન સાથે એક ૨૮ વર્ષીય ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે ૨૩,૬૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવી પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મોટા લાયજા ગામના મુસ્લિમ ફળિયામાં રહેતા અફઝલ હાસમ વર્યા (ઉં.વ.૨૮) ઝડપાયો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી ગાંજાના નાના-મોટા કુલ ૧૨ છોડ મળી આવ્યા હતા, જેનું વજન ૩૬.૦૫ ગ્રામ અને કિંમત રૂ. ૩,૬૦૫ આંકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપી પાસેથી વિવો કંપનીનો મોબાઇલ ફોન પણ કબજે કરાયો હતો, જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ છે. આમ, પોલીસે કુલ રૂ. ૨૩,૬૦૫નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સમગ્ર મામલે માંડવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App