Crime
સુરતમાં સગીરાને પ્રેમ સંબંધમાં ધમકી: પ્રેમી અને મિત્રની ધરપકડ, સગીર ભાઈની અટકાયત
સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ધોરણ-10ની સગીરાને ટ્યુશનથી ઘરે જતી વખતે તેના પ્રેમી, તેના માનેલા ભાઈ અને અન્ય એક યુવકે બુલેટ પર પીછો કરી, ડરાવી અને મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સીમાડા નાકા વિસ્તારમાં રહેતી ધોરણ-10ની સગીરા સાથે પ્રેમ સંબંધ બાબતે તકરાર થતાં તેના પ્રેમી, તેના માનેલા ભાઈ અને અન્ય એક યુવકે રસ્તા પર આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશનથી ઘરે જતી સગીરાનો બુલેટ પર પીછો કરી હોર્ન વગાડી ડરાવવામાં આવતી હતી તેમજ એક્સિડન્ટ કરી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ મામલે સગીરાની માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી વિશાલ મુકેશભાઈ સાકરીયા અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 15 વર્ષના માનેલા ભાઈની અટકાયત કરવામાં આવી છે.
મૂળ રાજકોટના વતની અને હાલ સુરતના સીમાડા નાકા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 52 વર્ષીય રત્નકલાકારની 15 વર્ષીય પુત્રી નાના વરાછા ખાતે આવેલી સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. સ્કૂલમાં સાથે જ ભણતા 15 વર્ષીય કિશોરને તે રાખડી બાંધતી હતી. આ માનેલા ભાઈ થકી સગીરા વરાછા વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા 20 વર્ષીય વિશાલ મુકેશભાઈ સાકરીયાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.