🔥 TRENDING अजगैन-जनसार रोड पर जलभराव के हुआ जाम व... ఎస్ఎంసి కమిటీ ఎలక్షన్స్ Ranbir Kapoor Birthday: 250 Cr Krishra... ఇచ్చోడ: గ్రామసభ ద్వారా ఉపాధి పనులు ఎంప... Actor Nani addresses backlash over sin... Bollywood Hungama Releases New Photo S...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલાના મેરીયાણા મુકામે ગ્રામ્ય કક્ષાનો ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો: સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ વિતરત કરવામાં આવ્યો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Sep 2026, 11:08 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવરકુંડલાના મેરીયાણા મુકામે ગ્રામ્ય કક્ષાનો ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો: સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ વિતરત કરવામાં આવ્યો

સેવા સેતુ કેમ્પમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા – સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરાયા


અમરેલી તા. ૨૮ સપ્ટેમ્બર
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે નાગરિકોની સુખાકારી અને વહીવટી સરળતા માટે ગ્રામ્ય કક્ષાના 'સેવા સેતુ કાર્યક્રમ'નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શરદભાઈ ગોદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સેતુ કેમ્પમાં ગ્રામજનોને વહીવટી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાવરકુંડલા તાલુકાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટનો સ્ટાફ પોતાની કચેરીની લગત વિવિધ યોજનાઓની માહિતી અને ફોર્મ્સ સાથે હાજર રહ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નો સાંભળીને ઓન-ધ-સ્પોટ નિકાલ કરવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. વિવિધ વિભાગોના સમન્વયથી ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો માટે અનેકવિધ જનકલ્યાણકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આયુષ્યમાન કાર્ડ અને હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબિટીસ તેમજ બી.પી (બ્લડ પ્રેશર)ની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોનું ઈ-કેવાયસી (e-KYC), આવકના તથા જાતિના પ્રમાણપત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન અને ઇન્દિરા ગાંધી પેન્શન યોજનાના લાભો આપવામાં આવ્યા હતા. સાથોસાથ આધાર કાર્ડમાં સુધારા-વધારાની કામગીરી તેમજ નાના બાળકોના નવા આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલાના મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પણ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીનું સુપરવિઝન કર્યું હતું.
📲Get App