🔥 TRENDING India Secures Silver in Shooting at As... Kannada film ‘Battalion’ commences sho... India Secures 8 Medals on Day 9 of Asi... MP High Court Dismisses Muslim Pleas A... Madhya Pradesh Panchayat Bypolls Begin... ED raids 15 properties linked to forme...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવા ઘરની ખુશી: અમરેલીના વતની શ્રી ભારતીબેન શેખ અને તેમના પરિવારનું વર્ષો જૂનું સપનું "પ્રધાનમંત્રી આવાસ યોજના"થી સાકાર થયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Sep 2026, 09:52 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવા ઘરની ખુશી: અમરેલીના વતની શ્રી ભારતીબેન શેખ અને તેમના પરિવારનું વર્ષો જૂનું સપનું "પ્રધાનમંત્રી આવાસ યોજના"થી સાકાર થયું

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ રૂ. ૩.૫ લાખની સરકારી સહાય મળતા અમે ગૌરવભેર જીવન જીવી રહ્યા છીએ
-શ્રી ભારતીબેન શેખ

કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના થકી અનેક ગરીબ અને વંચિત પરિવારોને પાકા મકાનની સુવિધા મળી, સમાજમાં સકારાત્મક બદલાવ આવ્યો


અમરેલી તા. ૨૮ સપ્ટેમ્બર
અમરેલીના વતની શ્રી ભારતીબેન શેખ અને તેમના પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જીવનમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન લઈને આવી છે. વર્ષોથી ભાડાના અથવા કાચા મકાનમાં રહીને પોતાના ઘરનું સપનું સેવતા આ પરિવારને આ યોજના હેઠળ પોતાના ઘરનું ઘર મળ્યું છે. પાકા મકાનની સુવિધા મળતા જ પરિવારના સભ્યોના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. ભારતીબેન અને તેમનો પરિવાર હવે પોતાના નવા અને સુરક્ષિત ઘરમાં સ્થાયી થઈને ગૌરવભેર જીવન જીવી રહ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના લાભાર્થી શ્રી ભારતીબેને જણાવ્યું હતું કે, અમને સરકારી સહાયની રકમ સમયસર મળી હતી. પાકા મકાનનું સપનું સમગ્ર પરિવારનું હતું. આજે અમારી પાસે પાકું મકાન છે, અમે ગૌરવભેર આત્મસન્માન સાથે જીવન જીવી રહ્યા છીએ. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

આ યોજના હેઠળ ભારતીબેન શેખ પરિવારને પોતાનું પાકું મકાન બનાવવા માટે સરકાર તરફથી કુલ રૂ. ૩.૫ લાખની માતબર સહાય પ્રાપ્ત થઈ છે. આ આર્થિક મદદ મળવાને કારણે પરિવાર પરથી ઘર બનાવવા માટે દેવું કરવાનો કે આર્થિક ભીંસમાં આવવાનો મોટો બોજો હળવો થઈ ગયો હતો. સરકાર દ્વારા તબક્કાવાર મળેલી આ સબસિડીની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થતાં, કોઈપણ વચેટિયા વગર ઘરનું બાંધકામ સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવામાં ખૂબ જ મોટી મદદ મળી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી, એ દેશના શહેરી વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પાકા મકાનની સુવિધા આપતી એક અત્યંત લોકકલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટીમાં કે કાચા મકાનોમાં રહેતા લોકોને નળ, વીજળી અને શૌચાલય જેવી પાયાની સવલતો સાથેનું પાકું આવાસ પૂરું પાડીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે. આ યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય અને હોમ લોન પર વ્યાજ સબસિડીના લાભોને કારણે લાખો પરિવારો પોતાના ઘરના માલિક બનીને સમાજમાં આત્મસન્માન સાથે ગૌરવભેર જીવન જીવી રહ્યા છે.
📲Get App