अपराध
અમદાવાદ: ટ્યુશન જતી સગીરા સાથે રિક્ષાચાલકે કરી છેડતી, પોલીસે કરી ધરપકડ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ટ્યુશન જતી ધોરણ 10ની સગીરા સાથે રિક્ષાચાલકે છેડતી કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે આરોપી રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ધોરણ 10ની એક સગીરા સાથે ટ્યુશન દરમિયાન રિક્ષાચાલકે છેડતી કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ 26 સપ્ટેમ્બરે બન્યો હતો જ્યારે સગીરા ટ્યુશન માટે રિક્ષામાં બેઠી હતી.
ફરિયાદ અનુસાર, રિક્ષાચાલક કલ્પેશ પટેલે સગીરાને ઓઢવના જડેશ્વર વન પાસે લઈ જઈને તેની સાથે છેડતી કરી હોવાનો આરોપ છે. સગીરાએ હિંમત દાખવીને રિક્ષાચાલકને ધક્કો મારીને પોતાની જાતને છોડાવી હતી અને બીજી રિક્ષામાં બેસીને ટ્યુશન પહોંચી હતી.
ટ્યુશન શિક્ષિકાએ રડતી હાલતમાં સગીરાને જોઈને તેની માતાને જાણ કરી હતી. માતાએ તાત્કાલિક ઓઢવ પોલીસ સ્ટેશનમાં આરોપી રિક્ષાચાલક કલ્પેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી લીધી છે.