🔥 ट्रेंडिंग ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી: જામ... दिल्ली‑एनसीआर में नया GRAP लागू, AQI ब... हरियाणा FDA ने टेल्मा‑एएम नकली दवा जाल... हरियाणा ने एशियन गेम्स के लिए पूरी कुश... ड्रिश्टि IAS ने 30 सितंबर 2026 को HCS... छत्तीसगढ़ उपभोक्ता आयोग ने मॉल पार्किं...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સાબરકાંઠાના બડોલીમાં કમળાના કેસ: આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સર્વે હાથ ધરાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 11:48 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામમાં કમળાના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચામુંડાનગર વિસ્તારમાં વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો છે..

સાબરકાંઠાના-:
બડોલી ગામમાં કમળાના કેસ સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.આ અંગેની જાણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા બડોલી ગામના ચામુંડાનગર વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ વિસ્તારના કુલ ૨૨૧ ઘરો અને ૧,૪૪૨ જેટલી વસ્તીનો આરોગ્ય તપાસ અર્થે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય કમળાના વધુ કેસ છે કે કેમ તે શોધવાનો અને સંભવિત ચેપને ફેલાતો અટકાવવાનો છે..

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્વે દરમિયાન મળેલા તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણીના શુદ્ધિકરણ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જ છે.
📲Get App